Posts

Showing posts from March, 2024

ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી.

Image
      ધોડિયા સમાજનું ગૌરવ : દિકરી કૃતિકાએ એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી. ચરી તા.ચીખલીનાં રહેવાસી અને નવસારી તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ડી.પટેલ તથા ગીતાબેન પટેલની દિકરી કૃતિકા પટેલે હાલ વર્ષ 2024માં MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.  જે બદલ તેમનો પરિવાર ખુશીની લાગણી વ્યક્ત કરે છે. સમાજની દીકરીઓ જ્યારે ભણીગણીને આગળ આવે ત્યારે સમાજના દરેક માતાપિતા માટે ગર્વની બાબત ગણાય છે. ડૉ.કૃતિકા પટેલ અને પરિવારને હાર્દિક અભિનંદન             ભાઈ બહેનની જોડી ડૉ.કૃતિકા સાથે જય પટેલ 

Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન.

Image
            Mahuva (Vasarai) : મહુવા તાલુકાના સાંબા ગામના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ સિંદુરીયા નાં પરિવારજન તરફથી ધોડિયા સમાજ ભવન વસરાઈને ૫૧,૦૦૦ રૂપિયાનું દાન. વિનોદભાઈ સિંદુરીયા(મું. સાંબા તા.મહુવા. જિ. સુરત) (નિવૃત્ત શિક્ષક )અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. તેઓ દિશા સંગઠનના પાયાના કાર્યકર છે.સદાય સમાજના હિતેચ્છુ શ્રી વિનોદભાઈ સિંદુરીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત.)ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાઈ),૫૧,૦૦૦,/ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ પરિવાર ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવારની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ સાંબા અને પરિવારે)સાચી મદદપણ કરી છે.સાથે સમાજની વિરાસત સર્જવામાં આપનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરે લખાશે.ભવ્ય સાંસ્કૃતિક ભવનના પાયામાં આપના પરિવાર તરફથી (,૫૧,૦૦૦/- એકાવન હજાર)નું દાન સમાજને ભામાશા બની અને ઉદારહાથે...

Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ.

Image
    Mahuva: જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે સિધ્ધિ મેળવનાર મહુવા વહેવલનો ક્રિપલ પટેલ. ધોડિયા સમાજના ભાઈઓ ઉચ્ચ શિક્ષણનાં શિખરસર કરે એ આનંદ અને ગૌરવની વાત છે. મહેનત ખંત ઘગશ ને ઇચ્છાશક્તિ હોય તો શું શક્ય નથી ? બધુજ શક્ય છે.  આજના સમયમાં નવી પેઢી માટે કુ. ક્રિપલ સુરેશભાઈ પટેલ ચોક્કસ પ્રેરણાદાયક છે. (ઘણા વર્ષો બાદસમાજની આ પ્રતિભા ડાયરેકટ કલાસ - 1 ) બી.ઇ એમ. ટેક. (એન્વાયર્મેન્ટ) બાદ જી.પી. એસ. સી. વિના કોચીંગે ક્લીયર કરી ખૂબજ નાની વયે આ અદભૂત બેજોડ સિદ્ધિ મેળવનાર આ વિસ્તારમાં ભાઈ ક્રિપલ પ્રથમ છે. આ સાથે (નોકરી એમને શોધતી આવી) હજી તેઓ વધુ આગળ કંઈક કરવાનું વિચારે છે. તા.૨૫-૩-૨૪ના દિને દિશા ધોડિયા સમાજની ટીમે અને વહેવલ ગામના યુવાનો સાથે એમના નિવાસસ્થાને મુલાકાત લીધી ત્યારે વિશેષ આનંદ એ વાત નો થયો કે ખૂબ સાધારણ પરિવારમાંથી આવી સિદ્ધિ કાબિલે તારીફ છે. ખુબ જ શાંત-સરળ-નિખાલસ સ્વભાવનાં ભાઈશ્રી ક્રિપલ અને પરિવારજનો સાથે સમાજની ટીમની શુભેચ્છા મુલાકાત યાદગાર રહી. સમગ્ર યુવાધન માટે અને સમાજને પ્રેરણાદાઈ વ્યકિતત્વનો ફરી સમાજ સંગઠન વતી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ શુભ શુભ કામન...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
      Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સ...

Mahuva (Vasarai) : સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન.

Image
   Mahuva (Vasarai) :  સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક)નાં પરિવારજન તરફથી  (દિશા) ધોડિયા સમાજ ભવન વસરાઈને ₹૨,૫૧,૦૦૦ જેટલી માતબર રકમનું દાન. " દિશા" ધોડિયા સમાજ મું.પો.વસરાઇ (ગુજરાત વિભાગ ) " સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ " "સમાજ દિવ્ય છે." "સમાજ ભવ્ય છે." " આનંદની ક્ષણ " સ્નેહીશ્રી, દિનેશભાઈ આર.વહીયા, બિપિનભાઈ આર.વહીયા, સુધીરભાઈ આર. વહિયા (મું. બામણિયા તા.મહુવા.) અને માતૃશ્રી રમણીબેન વહીયા (નિવૃત્ત શિક્ષિકા) અને પરિવારજનો આજે સમાજ માટે કાયમ આનંદનો પ્રસંગ બની રહ્યો. સદાય સમાજના હિતેચ્છુ સ્વ.રમણભાઈ વહીયા (નિવૃત્ત શિક્ષક 'અને કર્મનિષ્ઠ ખેડૂત) ના પરિજનો કર્મભૂમિ અને સમાજને યાદ કરી પરિવારજનો દ્વારા ( દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે (સમાજ માટે સદાય યાદગાર પ્રેરણાદાયી) ₹૨,૫૧,૦૦૦,/ બે લાખ એકાવન હજાર) ભવન નિર્માણ માટે સ્વર્ણિમ યોગદાન આપી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. સાધારણ જન ની આ અસાધારણ ઉદારવૃત્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમના પરિવાર ની સેવાભાવી વૃત્તિ થકી આજે સમાજની ગૌરવની પળ તો ખરી જ(ગામ બામણિયા અને પરિવારે)સાચી મદદપણ...

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

Image
                   Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪  ગુરુવારના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી  બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ)નાં કુલ ૩૯૫ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દાંતની સમસ્યાને લગતા ૭૦ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આંખની તપાસ કરી અને ૨૭૪ જેટલાં લાભાર્થીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હશે તેવા એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે. આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી જીગ્નેશભાઈ પટેલ, મામલતદારશ્રી દલપતભાઈ(ડી.સી. બ્રાહ્મણકાચ્છ) સાહેબ, ખેરગામ ...

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

Image
                Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે. ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામ કોલે...

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

Image
              Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભા...

સાહિત્ય મહોત્સવ સંમેલનમાં કુલીન પટેલે ધોડિયામાં કવિતા રજૂ કરી.

Image
   

સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ.

Image
      સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ. નવસારી જિલ્લાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંધજન મંડળ દ્વારા જલાલપોર સરદાર પટેલ વિદ્યાલયમમાં યોજાયો હતો. જેમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ચંદ્રકાંતભાઈ બી. ગાયકવાડએ ચક્ર ફેંક અન ગોળા ફેંકમાં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે તે રાજ્ય કક્ષાએ રમવા જશે જેમને ડીપીઈઓ, સાહેબ નાયબ ડીપીઇઓ તેમજ વાંસદા બીઆરસી વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમજ ક્લસ્ટરની તમામ શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. 

Khergam: ખેરગામ તાલુકાના વાવ ગામે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                   Khergam: ખેરગામ તાલુકાના વાવ ગામે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ : ૧૦-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના વાવ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ફાઈનલ ચેમ્પિયન યુએસ રાઇડર્સ  અને  રનર્સ અપ આરવી ઈલેવન વિજેતા થઈ હતી.         Pratik Patel venfaliya khergam

Khergam : ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો.

Image
    Khergam : ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો. તારીખ :૦૮મી માર્ચ ૨૦૨૪થી ૧૦મી માર્ચ ૨૦૨૪ દરમ્યાન ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો હતો.નાંધઈ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું   ઔરંગા નદીના તટે આવેલા નાંધઈના પૌરાણીક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મેળામાં ત્રણ દિવસ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. આ મેળામાં નાની મોટી રાઇડસ્ જોવા મળી હતી. તેમજ નાના નાના છૂટક વેચાણ કરતા ફેરિયાઓથી લઈને મીઠાઈ, કપડાં, ઠંડા પીણાઓ, કટલરી, ઘરવખરીનો સામાન, રમકડાંની દુકાનો પર ભીડ જોવા મળી હતી.  મેળા જવા માટે  બીલીમોરા, વલસાડ અને ધરમપુર દ્વારા વધારાની બસોની ફાળવણી પણ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેરગામ પોલીસ દ્વારા મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897)

Image
       મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897) મરાઠીના આદ્ય કવયિત્રી ફૂલેનો આજે જન્મદિવસ છે. મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલાં સાવિત્રીબાઈના 9 વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યાં એટલું જ નહિ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યાં. ઘરથી શાળાએ જતાં તેમના પર રૂઢિચુસ્તો છાણ-મળ- મૂત્ર વગેરે ફેંકતા ત્યારે તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય શાળાએ જઈ બીજી પહેરી શકાય. પતિના સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો. વિધવાઓએ  માથું મૂંડાવવું જેવી કુરીતિઓ વિરુદ્ધ તો  તેઓએ આંદોલન કર્યું હતું. શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો. દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરૂ કરવા સાથે બાલિકાઓ માટે 18 જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા. કવિયત્રી સાવિત્રીબાઈએ કાવ્ય ફૂલે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્ય સંગ્રહો રચ્યા હતા. પુનાની યુનિવર્સિટીને સાવિત્રીબાઈ ફૂલે યુનિ.નામ અને તો ટપાલટિકિટ દ્વારા તેમનું સન્માન થયું  છે. 1897ના વર...

Khergam : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Image
    Khergam  : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ :૦૮-૦૩-૨૦૨૪નાં દિને પાટી પ્રાથમિક શાળામાં શાળાના પીએમસીશ્રી મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.  જેમાં ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઇ આહીર ,નવસારી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવીનભાઈ પટેલ સાહેબ , આરોગ્ય અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, પાટી ગામના સરપંચ શ્રી, તોરણવેરા ગામના સરપંચ શ્રી ,પાણીખડકના સરપંચ શ્રી ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ,ખેરગામ તાલુકા ભાજપના અગ્રણી ચુનીભાઇ પટેલ, વાડ ગામના સરપંચશ્રી,  બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, અગ્રણીઓ ,ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ તથા ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી કિરીટભાઈ અને ખેરગામ તાલુકાના  BRC CO. વિજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત ર...

Dharampur: નાનીઢોલ ડુંગરી ગામે ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્દઘાટન.

Image
        Dharampur: નાનીઢોલ ડુંગરી ગામે ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદ્દઘાટન. તા.07/03/2024  ના દીને ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1,23,45,126/-(એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર 126) રૂપિયા ના ખર્ચે બનનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ઉદઘાટન ધારાસભ્યશ્રી અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યુ. જેમાં ગામના પ્રથમ નાગરિક યોગેશ પટેલ,ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ, વિરવલ ગામના સરપંચ શ્રી પ્રતીકભાઈ પટેલ, મરઘમાંળ ગામના સરપંચશ્રી રજનીભાઈ પટેલ,બામટી ગામના સરપંચશ્રી વિજયભાઈ પટેલ,કરજવેરી ગામના સરપંચ શ્રી વિજયભાઈ,ભાંભા ગામના સરપંચશ્રી કૌશિકભાઈ પટેલ,નાની ઢોલ ડુંગરી ગામના માજી સરપંચશ્રી જીતેનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગણેશભાઈ બિરારી,વિમલભાઈ પટેલ તાલૂકા પંચાયત સભ્યશ્રી સુરેખાબેન અને ડૉ.શ્રીઓ, સ્ટાફ નર્સબહેનો અને મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન.

Image
   સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન. ૭ માર્ચ,૧૯૨૨માં સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ મુકામે આઝાદીની લડાઈમાં જલિયાવાલા બાગ કરતાં પણ પણ મોટો હત્યાકાંડ થયો હતો.જેમાં ૧૨૦૦થી  વધારે આદિવાસીઓ દેશ માટે શહીદ થયા હતા.ભારતની આઝાદીની લડાઈમાં આ બે મોટા હત્યાકાંડ થયા જે જલિયાવાલાબાગ કરતાં ય મોટા હતા.એમાં આ  1.માનગઢ હત્યાકાંડ અને 2.પાલ દઢવાવ હત્યાકાંડ.આ બંને હત્યાકાંડમાં મોટી સંખ્યામાં આદિવાસી આઝાદીનાં લડવૈયાઓ શહીદ થયા હતા.આ હત્યાકાંડ આદિવાસીઓ દ્વારા અંગ્રેજોના શોષણ સામે અવાજ ઊઠાવતાં સર્જાયો હતો.સીધી રીતે અંગ્રેજોને આદિવાસીઓએ ખૂબ મોટી ફાઈટ આપી હતી.અંગ્રેજો આદિવાસીઓથી ડરતા પણ હતા.પણ જલિયાંવાલા બાગ જેવી પ્રસિદ્ધિ મળી નથી.મિડિયા ત્યારે પણ આજની સોશિયલ મિડિયાની જેમ શહેરની ઘટનાને વધુ મહત્વ દેતું હતું!? એ સૌ વીર અનામ આદિવાસી શહીદોને શત શત નમન.

આ ધોડીઆ વળી શું છે?

Image
     આ ધોડીઆ વળી શું છે? સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાનકડા અનાવલની બાજુમાં ગણતરીનાં ખોરડાંવાળા ગામ કોષમાં રહેતા ૪૭ વર્ષી આદિવાસી કુલીન પટેલ વ્યવસાયે તો ફોટોગ્રાફર છે, પણ એમની ઓળખ અલ્પ પ્રચલિત ધોડીઆ ભાષાના જતન માટેની છે. એ છેલ્લા દોઢ દાયકાથી ધોડીઆ શબ્દસંગ્રહ બનાવી રહ્યા છે. ૧૫૦૦થી વધુ શબ્દો સાથે એ તૈયાર છે અને એને પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે. કુલીનભાઈ ધોડીઆ ભાષામાં કવિતા લખે છે. ભાષાની સાથે ઘોડીઆ સંસ્કૃતિનાં ગીત-નૃત્ય- પરંપરા-ધાર્મિક આસ્થા, વગેરેનું એ દસ્તાવેજીકરણ કરતા રહે છે. ગયા ઉનાળુ વૅકેશનમાં એમણે એક નવો પ્રયોગ કર્યોઃ પોતાના ઘરે ધોડીઆ ભાષાના તાલીમવર્ગ શરૂ કર્યા. કોરોના આવ્યો ત્યાં સુધી એ નિયમિત ચાલ્યા. કોરોના કાળમાં આ વર્ગ ઑનલાઈન શરૂ થયા. લગભગ દર પંદર દિવસે કુલીન પટેલની સાથે કોઈ ગાયક કે શિક્ષક જોડાય અને ધોડીઆ ભાષાની વાત કરે. કોરોના જાય પછી ફરી નિયમિત રીતે વર્ગો શરૂ થઈ જશે. અલબત્ત, સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં રહેતા ધોડીઆ જ્ઞાતિના લોકો પોતાનાં બાળકો માટે ભાષાની પ્રાથમિક જાણકારી માટેના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કુલીન પટેલ કહે છે: 'દેશ ...