Posts

Showing posts from July, 2024

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

Image
    શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા 

દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ...

Image
દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... #Champion  🏆  #Surat   #Constable   #Achivement   pic.twitter.com/PmfjfWcLWV — Gujarat Information (@InfoGujarat)  July 26, 2024  

આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

Image
  આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું. આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા) પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ ** ( આલેખન:ભાવિન પાટીલ ) (નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના...

Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો

Image
Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થાન ગ...

ગામીત સમાજનું ગૌરવ : વ્યારા, તાપી જિલ્લો

Image
      ગામીત સમાજનું ગૌરવ : વ્યારા, તાપી જિલ્લો

મહુવા (વસરાઈ) : બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.

Image
મહુવા (વસરાઈ) :  બારડોલી મધર કેર હોસ્પિટલના ડૉ. નીતિન પટેલ દ્વારા તંદુરસ્ત જીવન બાબતે વક્તવ્ય યોજાયું.  તારીખ :07-07-2 024નાં દિને મહુવા તાલુકાનાં વસરાઇ ધોડિયા સમાજ ભવન ખાતે ડો. નિતિન પટેલ (મધરકેર હોસ્પિટલ બારડોલી) દ્વારા હેલ્ધી લાઈફ (નેચર લાઈફ) અંગેનું રસપ્રદ વકતવ્ય યોજાયું. જેમાં તેમણે આરોગ્ય વિષયક માર્ગદર્શન તેમજ હાલની ભાગદોડની જિંદગીમાં શરીર બાબતે શું કાળજી રાખવી અને ખોરાક બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ગ્રામજનો, આગેવાનો અને શ્રી કમલેશભાઈ શ્રી યોગેશભાઈ, શ્રી ઉમેદભાઈ ,શ્રી ધર્મેશભાઈ, શ્રીમુકેશભાઈ, શ્રીસંજયભાઈ, શ્રીધ્યેય, શ્રી ચિન્તન, શ્રી બકુલભાઈ, શ્રી જિમિલભાઈ, શ્રીતરુણભાઈ. શ્રી અનિલભાઈ વગેરેની ઉપસ્થિતિએ આપણા લોકો તંદુરસ્ત રહે એ આશયે આયોજન થયું હતું. દિવ્ય ભાસ્કર ન્યૂઝ