Posts

Showing posts from January, 2024

Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે.

Image
               Chikhli (chaitali) : ચીખલી તાલુકાના ચિતાલી ગામે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે. તારીખ 29-01-2024નાં દિને ચીખલી તાલુકાના ચિતાલી ગામ ખાતે ધોડિયા સમાજના મૂળ વંશજ શ્રી ધનાજી-રૂપાજીના સ્થાનકના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત  ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ધોડિયા સમાજના અતિ મહત્વના સ્થાનક અને શ્રદ્ધાના કેન્દ્રના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય  આપવા બદલ સમાજના આગેવાનોને નતમસ્તક રહી ધારાસભ્ય નરેશભાઈ પટેલે હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Image
      Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વિવિધ

Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.

Image
    Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે  ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના  યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા. તારીખ ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ધરમપુરનાં નાની વહિયાળ ગામે વકિલ અંકિત અને એકતાના લગન આદિવાસી સંસ્કૃતિ મુજબ યોજાયા હતા. જેમાં આદિવાસી પરંપરા રીતરિવાજ મુજબ વિધિ, આદિવાસી વાજિંત્ર તૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર પ્રિતેશભાઈ પટેલ, નિવૃત્ત બેન્ક કર્મચારી ઉત્તમભાઈ પટેલ, નિવૃત્ત ઈજનેર રાજુભાઈ પટેલ, આદિવાસી અગ્રણી સામજિક કાર્યકર કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

ચીખલી તાલુકાના ખાંભડા પ્રા.શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ પટેલને વર્ષ-2012માં રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Image
   ચીખલી તાલુકાના ખાંભડા પ્રા.શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ પટેલને વર્ષ-2012માં રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકોને પોતાના ગણી શિક્ષણ આપનારા ચીખલી તાલુકાના ખાંભડા પ્રા.શાળાના શિક્ષકને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી સન્માનિત  અનેક યુવાનોની કારકિર્દીમાં રમેશભાઇ પટેલનું યોગદાન. કવિ મકરંદ દવેની એક મશહૂર પંકિત છે. ”ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.” અત્યારે લોકોમાં એવી માન્યતા છે માણસને ગમતું કામ મળી જાય કે ગમતી સરકારી નોકરી મળી જાય પછી લોકો પરિવાર સાથે એશ આરામની જીંદગીના સપના જોવા લાગે છે.  પરંતુ બધે જ એવું નથી બનતું.  કવિની કૃતિ મુજબ ગમતા કાર્યને સમાજમાં વહેંચીને મદદરૂપ થનારા પણ છે.  કોઇને ગમતી નોકરી મળી જાય પછી વિશેષ સમાજ સેવા કરીને પ્રેરણાનું ઝરણું બનીને સેવાનો ભેખ ધરનારા પણ છે. દેશના શ્રેષ્ઠુ  અને સંનિષ્ઠવ નાગરિકોના ઘડતરમાં પ્રાથમિક શાળાના શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે.સારા અને સમર્પિત શિક્ષકોથી સરકારી શાળામાં ભણીને અનેક યુવાનોની કારકિર્દી ઉજજ્વળ બની છે.   નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામના શિક્ષક

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના

     વાંસદાવિધાન સભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Khergam : ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ.

Image
  Khergam : ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી પ્રજાસત્તાક દિનની દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ.  આપણો પ્રજાસત્તાક દિવસ આપણા અસ્તિત્વનો દિવસ છે. આજે ભારત એક હતું, આજે ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ દોહરાવવાનો છે. ચાલો આપણે બધા ભારતીયો આપણા અસ્તિત્વનો જયજયકાર કરીએ, ચાલો આપણે બધા ભારતીયો સમગ્ર વિશ્વમાં ભારત માતાનો જયજયકાર કરીએ. ધારાસભ્યશ્રી : નરેશભાઇ પટેલ

Khergam : જામનપાડા પ્રાથમિક શાળાની આદિવાસી દીકરીઓ ખો-ખો રમતમાં જિલ્લામાં પ્રથમ આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

Image
   Khergam : જામનપાડા પ્રાથમિક શાળાની આદિવાસી દીકરીઓ ખો-ખો રમતમાં જિલ્લામાં પ્રથમ આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું. ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાની Under 14 ખો-ખો સ્પર્ધામાં  ગણદેવી તાલુકાના ખારેલ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ- ૨.૦ રમતોત્સવમાં  આદિવાસી દીકરીઓ ખો-ખો ની રમત સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાની  નવ ટીમ વચ્ચે પ્રથમ સ્થાન મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. હવે આ ટીમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રદર્શન કરશે. શાળાના આચાર્ય/પૂર્વ ખેરગામ બી.આર.સી. અમ્રતભાઈ પટેલ, શાળાના શિક્ષક કોચ સુરેશભાઈ પટેલ શિક્ષકો અરુણભાઈ, મયુરભાઈ અને રાજેશભાઈ પટેલ સાથે શાળાના સ્ટાફને તથા ગ્રામજનો આગેવાનોએ વિજેતા બાળકીઓને અભિનંદન પાઠવ્યા હતા. ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ રવાભાઈ પટેલ અને નવસારી જિલ્લા પંચાયત સદસ્ય / પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહિરે આચાર્ય -બાળાઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

Khergam: બહેજ પ્રા.શાળાના ખેલાડીઓ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ઝળક્યા.

Image
    Khergam: બહેજ પ્રા.શાળાના ખેલાડીઓ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ઝળક્યા. બહેજ પ્રા.શાળાના ખેલાડીઓ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં  Under-14 માં 600 મીટર દોડમાં અને લાંબી કૂદમાં  પ્રેઝી ધનસુખભાઈ આહિર પ્રથમ ક્રમાંક, ઉંચી કૂદમાં ઉર્વી પ્રવીણભાઈ પટેલ દ્વિતીય ક્રમાંક, ચક્ર ફેંકમાં નિધિ નિલેશભાઈ માહલા દ્વિતીય ક્રમાંક, અને 400 મીટર દોડમાં સલોની સુનીલભાઈ પટેલ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે under-11માં લાંબીકૂદ સ્પર્ધામાં ત્વેશા અજયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અને under -9માં દર્પણ  હરીશભાઈ પટેલ ૩૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક અને બ્રોડ જમ્પમાં તૃતિય ક્રમાંક મેળવી,  જ્યારે ‌પ્રિતેશ જીજ્ઞેશભાઈ પટેલ ૩૦‌ મીટર‌ દોડમાં તૃતીય ક્રમાંક મેળવી  શાળાને ગૌરવ અપાવ્યું છે. પ્રેઝીને 600 મીટર દોડ અને લાંબી કૂદમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ૧૦,૦૦૦ રૂપિયા, ઉર્વીને ઊંચી કૂદમાં દ્વિતીય ક્રમાંક મેળવવા બદલ ૩૦૦૦ રૂપિયા, નિધિને ચક્ર ફેંકમાં દ્વિતીય ક્રમાંક મેળવવા બદલ ૩૦૦૦ રૂપિયા , સલોનીને 400મીટર દોડમાં તૃતિય ક્રમાંક મેળવવા બદલ ૨૦૦૦ રૂપિયા, ત્વેશા પટેલને લાંબી કૂદમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ૫૦૦૦ રૂપિયા, દર્પણ પ

ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

         ચીખલી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિવસની  દેશવાસિયોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.