વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ આ ધરતી પર મનુષ્ય માત્ર એક એવો જીવ છે જેણે પોતાની સભ્ય સંસ્કૃતિ વસાવી છે, પરંતુ આ જ માનવીએ પોતાનું ઘર કહેવાય એવી ધરતીનું નખ્ખોદ વાળ્યું છે. પ્લાસ્ટિકનો વપરાશ, ગમે તેવો કચરો, વૃક્ષોનું નિકંદન અને કેમિકલનો ઉપયોગ કરીને પૃથ્વીને અપાર નુકસાન પહોંચાડયું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ બધાનો ઇલાજ પણ મનુષ્ય પાસે જ છે. આવું જ કંઇક વિચારીને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને સાચવવાનું બીડું ઝડપ્યું છે, અને અન્ય લોકો માટે પ્રેરણા બને તેવું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ પરિવાર અને ગ્રામજનોએ જંગલોમાંથી ૩૫ લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેને સિડ્સ બોલ બનાવ્યા છે અને તેને રોપવાની શરૂઆત કરશે. તિતવા ગામના એન્જિનિયર યુવક ઉત્પલ ચૌધરીએ ગ્લોબલ વોર્મિંગને કઈ રીતે ઓછી કરી શકાય તે માટે ઘણા પુસ્તકો વાંચ્યા અને વૃક્ષો રોપવાની પ્રેરણા મળતા તેની શરૂઆત કરી. આ અંગે ઉત્પલ ચૌધરીએ કહ્યું કે જે રીતે વાતાવરણ...
Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળ...
Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થાન ગ...
Comments
Post a Comment