Posts

Showing posts from May, 2024

ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.

Image
   ચીખલી ઘોડવણીના  સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે  તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર  ખાતે  સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ  જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Image
       Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 

Bharuch|Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
Bharuch|Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Image
 ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

Image
  સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના યુવક નિર્મલભાઈ અજીતભાઈ વસાવાએ આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું હતું.  સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારના યુવકે ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઇઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને પરીવાર, ગામ, સમાજનુ ગૌરવ વધાર્યું હતુ. શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજય કોલેજના વિદ્યાર્થી અને માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના વતની એવા નિર્મલ ભાઈ અજીતભાઈ વસાવાએ હાલમાં અમદાવાદ,નિકોલ ખાતે ચાલી રહેલ ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઈઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વાંકલ કોલેજના આચાર્ય ચૌધરી દિપકભાઈ તથા કોચ પ્રો. વિજયભાઇ દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

    Chikhli, surakhai: ચીખલીના  સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.  તારીખ 22-05-2 024નાં દિને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું ને સંમેલન સુરખાઈ ધોડિયા સમાજ ભવન તા ચીખલી, જીલ્લા નવસારી ખાતે સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.  જેમાં જુદા જુદા વિભાગના અઢીસો જેટલા  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર્સ, ક્લાસ વન ટુ અધિકારીઓ, તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસમેન,વિવિધ સરકારી વિભાગો,વિવિધ બેંક, રેલવે એલ.આઇ.સી આઈ.ટી.આઈ, ઓએનજીસી,રિલાયન્સ,પોલીસ મિલિટરી  વગેરે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમને પ્રમાણિકતાને નિષ્ઠા માટે બિરદાવવામાં  આવ્યા હતા.  સૌએ એક સુરે સમાજની સેવાભાવી પ્રવૃત્તિઓ  જેવી કે શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગારી, વ્યસન મુક્તિ, કાનૂની સહાય, પર્યાવરણ રક્ષણ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે જ દરેક લોકોને માર્ગદર્શન માટે ઉપરોક્ત વિભાગોની હેલ્પલાઇન ઉભી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. સૌની સમાજ પ્રત્યેની લાગણી અ...

Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા

Image
 Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા 

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
  Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી ...

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

Image
 Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ...

ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society

Image
         ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society ધોડિયા લોકોની સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે, જે ભારતમાં સ્વદેશી આદિજાતિ તરીકેની તેમની આગવી ઓળખને પ્રતિબિંબિત કરે છે. અહીં તેમની સંસ્કૃતિના કેટલાક પાસાઓ છે: ભાષા: ધોડિયા લોકોની પોતાની ભાષા છે, જે ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારની ભીલ શાખાની છે. તે મુખ્યત્વે તેમના સમુદાયોમાં બોલાય છે અને તેમની અલગ સાંસ્કૃતિક ઓળખ જાળવવામાં મદદ કરે છે. પરંપરાગત પહેરવેશ: ધોડિયા પુરુષો સામાન્ય રીતે પાઘડી અથવા માથાના સ્કાર્ફ સાથે ધોતી (પરંપરાગત પુરૂષોના વસ્ત્રોનો એક પ્રકાર) પહેરે છે, જ્યારે સ્ત્રીઓ બ્લાઉઝ સાથે રંગબેરંગી સાડીઓ અથવા ઘાગરા (લાંબા સ્કર્ટ) પહેરે છે. તેમના પરંપરાગત પોશાકમાં ઘણીવાર વાઇબ્રન્ટ રંગો અને જટિલ પેટર્ન જોવા મળે છે. સંગીત અને નૃત્ય: ધોડિયા સંસ્કૃતિમાં સંગીત અને નૃત્ય આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ તહેવારો, લગ્નો અને અન્ય ઉજવણીઓ દરમિયાન વિવિધ પરંપરાગત લોકગીતો અને નૃત્યો રજૂ કરે છે. આ પ્રદર્શનમાં ઘણીવાર લયબદ્ધ હલનચલનનો સમાવેશ થાય છે, જેમાં ડ્રમ અને વાંસળી જેવા પરંપરાગત સંગીતનાં સાધનો હોય છે...

ધોડીયા જાતિનાં કુળનાં વિભિન્ન નામો |Different names of Dhodia caste clan|धोडिया जाति के विभिन्न गोत्र नाम

     ધોડીયા જાતિનાં કુળનાં વિભિન્ન નામો |Different names of Dhodia caste clan|धोडिया जाति के विभिन्न गोत्र नाम ચાલો જાણીએ ધોડીયા જાતિનાં કુળનાં અલગ અલગ નામો લગ્ન જોડતી વેળા એકજ કુળમાં કે ગોત્રમાં "લગ્ન વ્યવહાર" "બાધ" ગણાય છે. જેને સમસ્ત સમાજ પવિત્ર પ્રણાલિકા તરીકે અપનાવે છે. અને જેના કારણે એકજ ગોત્રમાં લગ્ન વ્યવહાર કરવામાં આવતો નથી. आइये जानते हैं धोडिया जाति के विभिन्न गोत्र नाम विवाह के समय एक ही कुल या गोत्र में "विवाह" को "बुरा" माना जाता है। जिसे पूरा समाज एक पवित्र व्यवस्था के रूप में अपनाता है। और जिसके कारण एक ही गोत्र में विवाह का चलन नहीं है। જેમાં નીચે મુજબ ના કુળના નામો છે. ૧. અટારા ATARA ૨. અંજારિયા ANJARIYA  ૩. આહિયા (આહિર,દુધનો  વ્યવસાઇ કરનારા) AAHIYA ૪. ઊગતા સૂર્ય UGATA SURYA  ૫. ઉગતા સૂર્ય ગરાસિયા UGTA SURYA GARASIYA ૬. ઉગતા સૂર્ય મોટા ગરાસિયા UGTA SURYA MOTA GARASIYA ૭. કલમી મહેતા (હિસાબી કામવાળા) KALMI MAHETA ૮. કચલિયા KACHALIYA ૯. કેદારિયા  KEDARIYA ૧૦. કોંકણીય KAKNIYA ૧૧. કોંકણીયાનાના KOKNIYANANA ૧૨. કોંકણીયા પાંચ મુળિયા KOKN...

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Image
                                                                              આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં...

Mangrol (Surat) :માંગરોળ બોરીયાની આકાંક્ષા ચૌધરીએ નોકરીના પ્રથમ પગારમાંથી લાયબ્રેરીને પુસ્તક ભેટ આપી ઋણ અદા કર્યુ

Image
  Mangrol (Surat) :માંગરોળ બોરીયાની આકાંક્ષા ચૌધરીએ નોકરીના પ્રથમ પગારમાંથી લાયબ્રેરીને પુસ્તક ભેટ આપી ઋણ અદા કર્યુ

તાપી : સોનગઢ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અજયભાઇ વળવી પીએચ.ડી. થયા

Image
  તાપી : સોનગઢ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અજયભાઇ વળવી પીએચ.ડી. થયા  સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢમાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામણે ગામના વતની અજયભાઇ દીપકભાઈ વળવીએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અપવ્યય પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાઓના સંદર્ભમાં એક સમાજશાસ્ત્રીય અભ્યાસ શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો,જેને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે આ સમાજશાસ્ત્રીય સંશોધન વી.એમ.સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ બોટાદના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. જયશ્રીબેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું છે. તેમણે. એમ.ફિલ.ની પદવી પણ મેળવી છે. વર્ષ ૨૦૧૮માં જીપીએસસી દ્વારા સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર (વર્ગ-૨) તરીકે નિમણૂક થતાં સરકારી વિનયન કોલેજ સાંતલપુર, જિ.પાટણ ખાતેથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.

Image
        ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના  પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો. તારીખ: ૧૨-૦૫-૨૦૨૪નાં દિને  સર્વોદય કન્યા છાત્રાલય, પાનખલા, (સાગબારા કોલેજની સામે) તા. સાગબારા, જિ. નર્મદા ખાતે ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. લિખિત આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના : વિધિઓ અને માન્યતાઓનું પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. ફાધર રેમન્ડ ચૌહાણ એસ. જે. છેલ્લા ત્રણ દાયકા જેટલા લાંબા સમયથી આદિવાસી સમુદાયોની સંસ્કૃતિના જતન, કદર અને પ્રસારશ્રેણી અંતર્ગત સંશોધન કાર્યો સાથે લેખન કાર્ય કરી આપણને અત્યાર સુધી અનેક પુસ્તકો આપી ચૂક્યા છે. એ જ શ્રેણીમાં હાલ તેમણે દક્ષિણ ગુજરાતના ચાર આદિવાસી સમુદાયો ગામીત, વસાવા, ચૌધરી અને ડાંગીના અનુસંધાને આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના : વિધિઓ અને માન્યતાઓ પુસ્તક તૈયાર કર્યું છે. જેનાં લોકાપર્ણ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિઓમાં  મણીલાલ હ. પટેલ (પ્રસિધ્ધ સાહિત્યકાર, વિવેચક અને નિવૃત્ત પ્રાધ્યાપક) અને   ડો. ઉત્પલાબેન દેસાઈ (કન્વીનર : ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર) જ્યારે વિશેષ ઉપસ્થિતિમા...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Image
                                        NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સા...

Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન

Image
    Dediyapada: દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન  દેડીયાપાડા તાલુકાના આદીવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમર કેમ્પ રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા કુંડીઆંબા ગામે યોજવામા આવ્યો હતો. જેમાં કોરવી, કુંડીઆંબા, જરગામ, પાટડી અને ચિકદાના 200 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંસ્થાના બાળમિત્રો દ્વારા બાળકોને ચિત્રકામ, ઓરોગામી, રમતો, વાર્તા, બાળ ગીતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ કેળવાય, નિયમિત સ્કૂલે જાય, પોતાનાં અધિકારો પ્રત્યે સભાન બને અને દેશનો સારો નાગરિક બને એ હેતુથી સંસ્થા દ્વારા જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામા આવે છે.

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

Image
  ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

Anaval : કોષની બે સગી બહેનોને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત.

Image
  Anaval : કોષની બે સગી બહેનોને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત.

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

Image
     Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.