Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થાન ગ...
NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની વિદ્યાર્થીની અને ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સા...
વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...
Comments
Post a Comment