Posts

Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

Image
     Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.   ખેરગામ બંધાડ ફળિયાના નવી આંગણવાડી બનાવવા છેલ્લા ઘણા સમયથી ઉઠેલી માંગ અને સ્થાનિક આગેવાનોની રજૂઆતના પગલે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું નવું મકાન બનાવવા માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મંજુર થતાં ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે આંગણવાડીના મકાન બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશીનભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો શૈલેષભાઈ, હેમલતાબેન, પ્રિયંકાબેન, સુભાષભાઈ, નીલમબેન અને ફળિયાના રહીશો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે બંધાડ ફળિયામાં પ્રથમવાર આંગણવાડીનું નવું બાંધકામની કામગીરી શરૂ થતાં બાળકોને નવી સુવિધા પ્રાપ્ત થશે.

Tapi : વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહાસખી મંડળની બહેનો મિશન મંગલમ યોજના થકી બની આત્મનિર્ભર.

Image
Tapi : વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહાસખી મંડળની બહેનો મિશન મંગલમ યોજના થકી બની આત્મનિર્ભર. માહિતી બ્યુરો, તાપી.તા.02: સરકાર દ્વારા અમલી જનકલ્યાણકારી યોજનાઓથી રાજ્યમાં છેવાડે વસતા અદના માનવીઓ પણ સ્વમાનભેર જીવન વ્યતિત કરી રહ્યા છે. સશક્ત સમાજના નિર્માણ માટે મહિલાઓનું સશક્તિકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બને એ માટે સરકાર દ્વારા અમલી ‘મિશન મંગલમ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે.            તાપી જિલ્લાના છેવાડે આવેલા વ્યારા તાલુકાના બારખડી ગામની આત્મનિર્ભરતાને વરેલી બહેનોની વાત કંઇક નિરાળી છે. કોઈ દિવસ ઘરનો ઉંબરો ન ઓળંગતી બોરખડી ગામની મહિલાઓ આજે મિશન મંગલમ’ના પ્રતાપે સ્નેહા સખી મંડળની સ્થાપના કરીને સ્વરોજગારી મેળવી રહી છે. ગામનો સીમાડા વટાવી તાલુકા અને જિલ્લા કક્ષા સુધી જઈ આ બહેનો પોતાનામાં રહેલી પ્રતિભાનો પરિચય કરાવી રહી છે.               શ્રી દયાળજી અનાવિલ કેળવણી મડળ દયાળજી દેસાઇ ચોક, મજુરાગેટ, સુરત ખાતે આયોજિત મિલેટ એક્ષ્પો સ્ટોલ લગાવી પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતાં મંડળના પ્રમુખશ્રી જયશ

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

Image
     Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત. ખેરગામ તાલુકામાં રૂપિયા ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ રસ્તાના મજબૂતીકરણ માટે મંજૂરી મળતા રવિવારે ત્રણ જેટલા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,મહામંત્રી શૈલેષભાઈ તેમજ લિતેશભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ખેરગામ પાટી રોડથી ભેરવી હરિજન વાસનો ઝરા ફળિયાનો માર્ગ જે ઘણા વર્ષથી બિસમાર હાલતમાં હોય એ રસ્તો નવો બનાવવા સ્થાનિક લોકોની ઘણી માંગ હતી,જે દોઢ કિમીના રસ્તા માટે ૪૦ લાખ રૂપિયાની મંજૂરી મળતા તેનું કામ હાથ ધરવામાં આવશે. તેમજ ખેરગામ મિશન ફળિયા, રૂઝવણી, ડેબરપાડા, જામનપાડા સુધીનો સાડા પાંચ કીમીનો માર્ગ રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. ખેરગામ વાવ સુધીનો ૩.૪૦ કિમીનો રોડ ૯૨ લાખ અને ખેરગામ પીઠા સુધીનો ૩.૬૦ કિમીનો માર્ગ રૂપિયા એક કરોડના ખર્ચ મજબૂતીકરણ કરવામાં આવશે. જ્યારે ખેરગામ સામર ફળિયાનો ૧.૪૦ કિમીનો રસ્તો રૂપિયા ૩૮ લાખના ખર્ચે બનાવવામાં આવશે. આ મુખ્ય રસ્તા સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખુબજ જરૂરિયાત હોય જેના નિર્

Mahuva: મહુવાના વસરાઈ મુકામે ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
     Mahuva: મહુવાના વસરાઈ મુકામે  ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. વસરાઈ,તા:૦૩ બિગબેઝ ફોર્મેટમા ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી. આ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, દાહોદ,રાજપીપળા, વ્યારા, ઉચ્છલ, સુરત, નવસારી, વાંસદા, ડાંગ, અને વલસાડથી લઇ ઉમરગામ સુધીનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા રાઈઝિંગસ્ટાર વ્યારા ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન ટીમને ₹(૧,૦૦,૦૦૦)એક લાખ રોકડ પ્રાઈઝ અને રનર્સ અપટીમને ₹(૫૧,૦૦૦)એકાવન હજાર રોકડ પ્રાઈઝ સાથે ટ્રોફીશ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ) શ્રી કિશોરભાઈ, (તા. પ્રમુખ) શ્રી દેવુભાઈ, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ધોડિયા સમાજ મંડળનાં હોદ્દેદારો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ અપાઈ હતી. " વસરાઇ સમાજ ભવનને ઓલ ગુજરાત આદિવાસી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સંપન્ન " સમાજ માટે હું શું કરી શકું આ ભાવથી શરૂ થયેલી સમાજસેવાની યાત્રાના ફલસ્વરૂપ સમગ્ર સમાજ જનોના સહયોગથી (૨૦૨૨માં)જમીન લોકાર્પણ આ(૨૦૨૩માં) ઓફીસ અને પાર્ટીપ્લોટ લોકાર્પણ (૨૦૨૪માં) વિશાળ ગ્રાઉન્ડ (ક્રિકેટ,વોલીબોલ, ટેનિસ તેમજ રનિંગ ટ્રેક સાથે) પાણીની ટાંકી,પ્રોટેક્શન વોલ, બન

Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો.

Image
             Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમૂહભોજન કાર્યક્રમ ઉજવાયો. તારીખ : ૦૧-૦૩-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' અને સમુભોજન કાર્યક્રમ ઉજવાયો હતો.  આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં  બાલવાટિકા અને ધોરણ ૧થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, કોથળા કૂદ, દોરડાં ખેંચ અને બિસ્કીટ પકડ જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. સમૂહભોજનમાં બાળકોને પાઉંભાજી અને પુલાવ કઢી પીરસાયું હતું. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી.

Image
           મહુવાના બીડ ગામે ખેડૂતની બળદગાડામાં અંતિમયાત્રા નિકળી. મહુવા તાલુકાના બીડ ગામે રહેતા દિનેશ રમેશ પટેલ (ઘોડિયાં) નું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય ખેડૂતની અંતિમ યાત્રા તેમના સૌથી પ્રિય એવા બળદગાડામાં નીકળી હતી. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા દિનેશ પટેલને વર્ષોથી બળદગાડા સાથે અતૂટ પ્રેમ રહ્યો હતો. બળદગાડા મારફતે જ તેમના પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું. મંગળવારની રાત્રે તેમનુ નિધન થતા પરિવારજનો અને ગ્રામજનોએ તેમની અંતિમ યાત્રા બળદગાડામાં કાઢવાનું નક્કી કરતા બીડ ગામે અંતિમયાત્રા સદ્દગતના મનપસંદ વાહનમાં નીકળી હતી.

ટાંકલ ખાતે જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ રેસ્ટોરન્ટનું આદિવાસી પરંપરા મુજબ પૂજન.

Image
         ટાંકલ ખાતે જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ રેસ્ટોરન્ટનું આદિવાસી પરંપરા મુજબ પૂજન. જય આદિવાસી જોહાર  રિતેશભાઈ ઉર્ફે કાલુભાઈનુ નવું સાહસ જય જલારામ ફેન્સી ઢોસા પાંવભાજી ચાયનીઝ ટાંકલ ચાર રસ્તા  તા-20-02-2024 ના રોજ આદિવાસી પરમ્પરા મુજબ પૂજન કરી શરૂઆત કરવામાં આવ્યું