વડદેખુર્દ પ્રાથમિક શાળાના શિક્ષક તીરકામઠા હરીફાઈમાં પ્રથમ અને પુત્રી દ્વિતીય ક્રમે.
વડદેખુર્દ પ્રાથમિક શાળાના શિક્ષક તીરકામઠા હરીફાઈમાં પ્રથમ અને પુત્રી દ્વિતીય ક્રમે.
વ્યારા : તાજેતરમાં ૧૪ મો આદિવાસી મહામંડળ ચેરીટેબલ ટ્રસ્ટ આદિવાસી સર્વાંગી વિકાસ સોનગઢ, ઉચ્છલ, નિઝર, વ્યારા,માંડવી, ઉંમરપાડા, માંગરોળ અને વાંસદાનો આદિવાસી સાંસ્કૃતિક મેળો અને હરિફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સાંસ્કૃતિક કળા કૌશલ્ય ઓળખ અને અધિકારોને જીવંત રાખવાના ભાગરૂપે યોજાયેલ મેળામાં તીરકામઠું,ગીલોલ, પાવી-વાંસળી, ઢોલ, તુર, તા૨પા-સારંગી આદિવાસીના માનતા પ્રમાણે પહેરવેશ હરિફાઈઓ આદિવાસીઓના નાચગાન તથા મોટા વિભાગના નાચણું હરિફાઇઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરિફાઇમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની પ્રા.શા.વડદેખુર્દમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજભાઇ આર.વળવીનો તીરકામઠા હરિફાઇમાં પ્રથમક્રમે વિજેતા થયા હતા, જયારે શિક્ષકની દિકરી વૃષાલી વનરાજભાઇ વળવી(પ્રા.શા.વડદેખુર્દ ધો.૬)નો તીરકામઠા હરિફાઇમાં બીજો ક્રમે વિજેતા થઇ હતી. પિતા-પુત્રીએ તીરકામઠાસ્પર્ધામાં સફળતા હાંસલ કરી ઉચ્છલ તાલુકો, છાપટી ગામ તથા પ્રા.શા.વડદેખુર્દનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્યએ શુભેચ્છાઓ પાઠવી હતી.
Comments
Post a Comment