Khergam (Panikhadak School): ખેરગામ તાલુકાની પાણીખડક પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.
Khergam (Panikhadak School): ખેરગામ તાલુકાની પાણીખડક પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી પાણીખડક પ્રાથમિક શાળામાં આજે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન એસ.એમ.સી.નાં સભ્ય વૈશાલીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા. જેમાં વિધાર્થીઓએ કુલ ૩૨ જેટલી વાનગીઓનાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. જેમાં ફ્રેન્ચ ફ્રાયસ, ચાઇનીઝ ભેલ, મસાલા છાશ, લીંબુ શરબત, મમરા ભેલ, કટલેસ, કોલ્ડ્રીન્સ, ગાજરનો હલવો, ગુલાબ જાંબુ, ચણા દાળ ભેલ, ખીચું, પાઉંભાજી, ભૂંગળા બટાટા, બટાટા પૌંઆ, ઇડળા, વડાપાઉં, ફ્રુટ ડીશ, પાતરાં, પાતરાંના ભજિયાં, બટાટા સમોસા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે.
આ તમામ વાનગીઓનું બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ શાળાનાં આચાર્યશ્રી કાશ્મીરાબેન પટેલ સહિત તમામ સ્ટાફે બાળકોના સ્ટોલ પરથી અવનવી વાનગીઓની ખરીદી કરી સ્વાદની મજા માણી હતી. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
શાળાના મુખ્ય શિક્ષકશ્રી કાશ્મીરાબેન પટેલે ભાગ લીધેલા બાળકોને, ઉપસ્થિત વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Comments
Post a Comment