વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...
Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થાન ગ...
Tapi : વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહાસખી મંડળની બહેનો મિશન મંગલમ યોજના થકી બની આત્મનિર્ભર. માહિતી બ્યુરો, તાપી.તા.02: સરકાર દ્વારા અમલી જનકલ્યાણકારી યોજનાઓથી રાજ્યમાં છેવાડે વસતા અદના માનવીઓ પણ સ્વમાનભેર જીવન વ્યતિત કરી રહ્યા છે. સશક્ત સમાજના નિર્માણ માટે મહિલાઓનું સશક્તિકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બને એ માટે સરકાર દ્વારા અમલી ‘મિશન મંગલમ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. તાપી જિલ્લાના છેવાડે આવેલા વ્યારા તાલુકાના બારખડી ગામની આત્મનિર્ભરતાને વરેલી બહેનોની વાત કંઇક નિરાળી છે. કોઈ દિવસ ઘરનો ઉંબરો ન ઓળંગતી બોરખડી ગામની મહિલાઓ આજે મિશન મંગલમ’ના પ્રતાપે સ્નેહા સખી મંડળની સ્થાપના કરીને સ્વરોજગારી મેળવી રહી છે. ગામનો સીમાડા વટાવી તાલુકા અને જિલ્લા કક્ષા સુધી જઈ આ બહેનો પોતાનામાં રહેલી પ્રતિભાનો પરિચય કરાવી રહી છે. શ્રી દયાળજી અનાવિલ કેળવણી મડળ દયાળજી દેસાઇ ચોક, મજુરાગેટ, સુરત ખાતે આયોજિત મિલેટ એક્...
Comments
Post a Comment