Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થાન ગ...
Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળ...
Khergam news : ખેરગામના અત્યંત ગરીબ પરિવારનો દીકરો પોલીસ સબ ઈન્સ્પેકટર બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એ...
Comments
Post a Comment